રાપર તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હમીરસિંહ સોઢાની અધ્યક્ષતા હેઠળ પલાંસવા ગામે યોજાયો

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિવસ નિમિતે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમનું રાપર શહેરી વિસ્તારનો કાર્યક્રમ નગરપાલિકા ટાઉનહોલ રાપર ખાતે યોજાયો હતો. પ્રાસંગિક ઉદબોધન માં પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને કાર્યક્રમ ને અનુલક્ષીને માહિતી અપાઈ હતી . પ્રાંત અધિકારી-રાપર શ્રી જયકુમાર રાવલ દ્વારા સર્વ મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા. કોરોના રસિકરણની ઉત્તમ કામગીરી માટે રાપર તાલુકાના હમીરપરમોટી, કાનપર,કલ્યાણપર, આનંદપર,જાટાવાડા અને પદમપર ના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું. આ તકે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ૨.0 અંતર્ગત ૨૭૦ લાભાર્થી અને ૧૦ રાશન કીટ તેમજ સમાજ સૂરક્ષાના ૫ હુકમોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમની આભારવિધિ ચીફ ઓફિસરશ્રી મૌલિકસિંહ વૈશ દ્વારા કરવામાં આવી. કાર્યક્રમ સંચાલન મહેશ સોલંકી , એસ.એમ.મકવાણા નાયબ મામલતદારશ્રી તેમજ મામલતદાર કચેરી તથા નગરપાલિકા કચેરી દ્વારા કાર્યક્રમની તૈયારીઓ કરી હતી કાર્યક્રમમાં શ્રી ઉમેશભાઈ સોની,નગરપાલિકા પૂર્વ પ્રમુખ હઠુભા સોઢા , શ્રી નશાભાઈ દૈયાં, રાપર નગરપાલિકા શાસકપક્ષના નેતા શ્રીમતી હેતલબેન માલી , રાપર નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રીમતી કાનીબેન વીરાના, રાપર નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન શ્રી કેશુભા વાઘેલા, વગેરે મહાનુભાવો તથા લાભાર્થી અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. “ગરીબોની બેલી સરકાર” રાપર તાલુકા કક્ષાનો કાર્યક્રમ પલાંસવા ગામે જય ગોપાલ બક્ષિપંચ કુમાર છાત્રાલય ખાતે યોજાયો હતો. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હમીરસિંહ સોઢા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને કાર્યક્રમ ને અનુલક્ષીને માહિતી અપાઈ હતી. પ્રાસંગિક ઉદબોધનમાં તાલુકા પંચાયતના સદસ્ય અને દંડક શ્રી મોતીભાઈ ભરવાડ દ્વારા સર્વ મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાપર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હમીરસિંહ સોઢા, જિલ્લા પંચાયતના સદસ્ય અને મહિલા અને બાળવિકાસ વિભાગના ચેરમેન શ્રીમતી કંકુબેન ભગાભાઈ આહીર, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મહાવીરસિંહ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ શ્રી કાનાભાઈ દસાણી, શ્રી મોહનભાઇ બારડ, શ્રી મોતીભાઈ ભરવાડ, આડેસર ગામના સરપંચશ્રી ભગાભાઈ આહિર, પલાંસવા ગામના સરપંચશ્રી રમેશભાઈ ખોડ, મેવાસા ગામના અગ્રણીશ્રી નાનજીભાઈ ઠાકોર, જગદીશભાઈ વણોલ, વેલજીભાઈ રાજપુત વગેરે મહાનુભાવો તથા લાભાર્થી/ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત ટૂંકી ફિલ્મમાં પ્રધાનમંત્રી ઉજ્જવલ્લા યોજના ૨.0 તથા સ્વચ્છ ભારત મિશન ૨.0 ની ટુંકી માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓ ને પ્રમાણપત્ર, પ્રધાનમંત્રી ઉજ્વલ્લા યોજના અંતર્ગત લાભાર્થીઓ ને પ્રતીક રૂપે ગેસકીટ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનારને પ્રમાણપત્ર તેમજ જરૂરિયાત મંદને જરૂરી અનાજની કીટ નું વિતરણ કરવામાં આવ્યુ. કોરોના રસિકરણની ઉત્તમ કામગીરી માટે રાપર તાલુકાના વિવિધ ગામોના ના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમની આભારવિધિ તાલુકા વિકાસ અધિકારીશ્રી રાઠવા દ્વારા કરવામાં આવી કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી પલાંસવા શાળા મહેશ ઠકકર, નાયબ મામલતદારશ્રી ધ્રુવ સોલંકી, નરેશ ચૌધરી રેવન્યુ તલાટીશ્રી, મોતીભાઈ ભરવાડ સદસ્યશ્રી તાલુકા પંચાયત, રાપર તેમજ મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીના કર્મીઓએ કાર્યક્રમની તૈયારીઓ કરી હતી.