રાજકોટમાં યોગરાજનગર માનસ એન્કલેવ જુગાર રમતી બે મહિલા સહીત 8ની ધરપકડ

રાજકોટમાં જામનગર રોડ નવો 80 ફુટ રોડ યોગરાજનગર માનસ એન્કલેવ ફલેટ નં. 301 માં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતી બે મહિલા સહિત આઠ શખ્સોની ધરપકડ કરી રૂ.38500ની રોકડ સહીત રૂ.92 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી વિગતો મુજબ રાજકોટના જામનગર રોડ નવો 80 ફુટ રોડ યોગરાજનગર માનસ એન્કલેવ ફલેટ નં. 301 માં રહેતા મીતેષભાઇ ઉર્ફે મીત મહેશદાન મોડ ના ફલેટમાં જુગાર રમતો હોવાની બાતમીના આઘારે ક્રાઈમ બ્રાંચના પી.આઈ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ યુ.બી.જોગરાણાની ટીમના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ફ્લેટના માલિક મીતેષભાઇ ઉર્ફે મીત મહેશદાન મોડ (ઉ.વ. 22)સાથે ભોમેશ્વર વાડી શેરી નં. 1 સનરાઇઝ એપાર્ટમેન્ટ ફલેટ નં. 502, જામનગર રોડ ઉપર રહેતા તુષારભાઇ કનૈયાલાલ ગણાત્રા (ઉ.વ. 40), ભોમેશ્વર વાડી શેરી નં. 4/1 કોર્નર, જામનગર રોડ ઉપર રહેતા મોહીતભાઇ કિશોરભાઇ મકવાણા (ઉ.વ. 33), . ગાંધીનગર શેરી નં. 3, રૈયા રોડ, રાજકોટ “અંબા આશીષ” મકાન માં રહેતા જયદીપ મહેશભાઇ મહેતા (ઉ.વ. 32), રૈયા ટેલીફોન એક્ષચેન્જ ગોપાલ ચોક નિવેદીતા સોસાયટી 1/7 કોર્નરમાં રહેતા,કિશન કુમારભાઇ પોપટ (ઉ.વ.29), જંકશન પ્લોટ શેરી નં. 1ર, વેદમાતામાં રહેતા દર્શીતભાઇ જમનાદાસ મહેતા (ઉ.વ.40) ભોમેશ્વર વાડી શેરી નં. 1 સનરાઇઝ એપાર્ટમેન્ટ ફલેટ નં. 502, જામનગર રોડ ઉપર રહેતી જલ્પાબેન તુષારભાઇ કનૈયાલાલ ગણાત્રા (ઉ.વ. 35), લક્ષ્મીવાડી, કોઠારીયા કોલોની કવાટર નં. 81, 80 ફુટ રોડ ઉપર રહેતી મયુરીબેન મહેન્દ્રભાઇ ત્રીભોવનદાસ માંડલીયા (ઉ.વ. 49)ને તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા પકડી લઇ રોકડા રૂ. 38,500,મોબાઇલ ફોન નંગ – 7 કી.રૂ.53,700 સહીત કુલ રૂ.92,200 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,જેસીપી ખુર્શીદ અહેમદ,ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા.ડીસીપી ઝોન – ર મનોહરસિંહ જાડેજા,એ.સી.પી ક્રાઇમ ડી.વી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેકટર યુ.બી.જોગરાણા, તથા એ.એસ.આઇ. બીપીનદાન ગઢવી, જયંતિભાઇ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, ભાવીનભાઇ રતન, પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગોહિલ, કરણભાઇ મારૂ તથા સુર્યકાંતભાઇ પરસોતમભાઇ તથા મહીલા પો.કોન્સ. નેહલબેન મકવાણાએ કામગીરી કરી હતી.