સુરેન્દ્રનગરમાં મેડીકલ વેસ્ટનો નાશ નહીં કરનાર 10 લેબોરેટરીઓને પાલિકા તંત્રએ દંડ ફટકાર્યો


સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ઠેર-ઠેર જગ્યા ઉપર ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે તેવા સંજોગોમાં મેડિકલ વપરાશમાં આવેલા કચરો પણ ઉઠાવવામાં જોવા મળી રહ્યા છે મેડિકલ તંત્ર દ્વારા અને હોસ્પિટલ લેબોરેટરીઓ દ્વારા ઉપયોગમાં આવેલા સાધનો તથા નકામી ચીજ વસ્તુઓનો કોઈપણ જાતનો નાશ કરવામાં આવતા હોવાનો થોડા સમય પહેલા આરોગ્ય તંત્રને મેસેજ મળ્યો હતો. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર આરોગ્ય તંત્ર તથા પ્રદૂષણ વિભાગની ટીમ દ્વારા શહેરી વિસ્તારોમાં આવેલી લેબોરેટરીમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મેડિકલમાં વપરાશ થયેલા કચરા નો નાશ કરવામાં ન આવતો હોય અને સરકારની ગાઇડ લાઇન નું પાલન કરવામાં આવતું હોય તેવી લેબોરેટરી સુરેન્દ્રનગર આરોગ્ય તંત્રને પ્રદૂષણ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. ત્યારે શહેરની 10 થી વધુ લેબોરેટરી અને નોટિસ આરોગ્ય તંત્રે આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે લોહી લેવામાં તથા રિપોર્ટ કાઢવામાં ઉપયોગમાં આવેલા સંસાધનો તથા લેબોરેટરીમાં ઉપયોગમાં આવતા વિવિધ પ્રકારના સાધનોનો નાસ લેબોરેટરી દ્વારા કરવામાં ન આવી અને આવો કચરો જાહેરમાં મૂકવામાં આવતો હોય અથવા ઉકરડામાં ફેંકવા માં આવતા હોય તેવી લેબોરેટરીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે.અને આવી લેબોરેટરીઓ સામે કડક કાર્યવાહી પણ સુરેન્દ્રનગર આરોગ્ય તંત્રએ હાથ ધરી છે ત્યારે શહેરી વિસ્તારોમાં આવેલી અમુક ખાનગી લેબોરેટરીઓ કે જે નકામા કચરાનો યોગ્ય નિકાલ કરતી ન હોય તેવી લેબોરેટરી અને નોટિસ આપવામાં આવી છે અને આગામી દિવસોમાં જ આ મામલે ધ્યાન નહીં આપે તો સીલ કરવા સુધીની કાર્યવાહી બાબતે જણાવવામાં આવ્યું છે.