૨જી થી ૮મી ઓકટોબર સુધી કચ્છમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ દિન ૨જી ઓક્ટોબર-૨૦૨૧ થી ૮મી ઓક્ટોબર-૨૦૨૧ સુધી નશાબંધી સપ્તાહ ની ઉજવણી કરવાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કચ્છમાં પણ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યસનમાં અટવાયેલા યુવાનોને સ્વાસ્થ્ય અને સ્વચ્છતા ના માર્ગે વાળવા જનજાગૃતિનું વ્યાપક અભિયાન જરૂરી છે. જે માટે સામાજિક કાર્યકરો, સેવાભાવી સંસ્થાઓ તેમજ ધાર્મિક વડાઓ નો સહકાર મળે તો કોઈ નક્કર પરિણામ લાવી શકાય. નશાબંધી સપ્તાહ ની ઉજવણી દરમ્યાન કચ્છમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

 ૨જી ઓક્ટોબર ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આર.આર. લાલન કોલેજ-ભુજ ખાતે નશાબંધી સપ્તાહ ઉદ્ઘાટન, વ્યસનમુક્તિ પ્રદર્શન, જનજાગૃતિ રેલી તેમજ નશાબંધી ટેબ્લો નું આયોજન કરવામાં આવશે તો સાંજે ૪:૦૦ કલાકે પાલારા ખાસ જેલ-ભુજ ખાતે નશો ન કરશો કોઈ શિર્ષક સાથે વ્યસન મુક્તિ નાટકનું આયોજન કરવામાં આવશે.

૩જી ઓક્ટોબરના રોજ સવારે ૧૦:૦૦ કલાકે  એસટી બસ સ્ટેશન-ભુજ ખાતે કોરોના રસીકરણ કેમ્પ, નશાબંધી પ્રદર્શન તેમજ  માસ્ક વિતરણ કરવામાં આવશે તો ૧૧:૦૦ કલાકે પડાણા પ્રાથમિક શાળા, તા.ગાંધીધામ ખાતે લોક સાહિત્ય અને મિમિક્રી નું આયોજન કરવામાં આવશે.

 ૪થી ઓક્ટોબર સવારે ૧૦:૩૦  કલાકે ક્રાંતિતીર્થ-મસ્કા, તા.માંડવી ખાતે સ્મૃતિ વંદના કાર્યક્રમ તેમજ જન-જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવશે તો સાંજે ૪:૦૦ કલાકે  નંદીગ્રામ પ્રાથમિક શાળા તા. ગાંધીધામ ખાતે લોક સાહિત્ય અને મિમિક્રીનું આયોજન કરવામાં આવશે.

  ૫મી ઓક્ટોબર ના ૧૦:૦૦ સવારે કલાકે એસ.ડી.શેઠીયા કોલેજ ઓફ એજ્યુકેશન-મુન્દ્રા ખાતે નિબંધ સ્પર્ધા તેમજ વ્યસનમુક્તિ નાટિકાનું આયોજન કરવામાં આવશે તો  ૧૧:૦૦ કલાકે કિડાણા સરકારી હાઈસ્કૂલ મુ.કિડાણા, તા.ગાંધીધામ ખાતે લોક સાહિત્ય અને મિમિક્રીનું આયોજન કરવામાં આવશે.

 ૬ઠ્ઠી ઓક્ટોબર ના સવારે ૧૦:૦૦ કલાકે શેઠ જે. પી. એન્ડ એલ. એસ. હાઇસ્કુલ મુ.કેરા, તા.ભુજ  નશો ન કરશો કોઈ શિર્ષક સાથે વ્યસન મુક્તિ નાટકનું આયોજન કરવામાં આવશે તો  ૧૧:૦૦ કલાકે ગણેશનગર સરકારી હાઇસ્કૂલ,ગાંધીધામ ખાતે લોક સાહિત્ય અને મિમિક્રીનું આયોજન કરવામાં આવશે.

૭મી ઓકટોબરના સવારે ૧૦:૦૦ કલાકે સરકારી હાઈસ્કૂલ, સાપેડા તા.અંજાર ખાતે વકતૃત્વ સ્પર્ધા, રાસ ગરબા તેમજ નશાબંધી નાટકનું આયોજન કરવામાં આવશે  તો ૧૧ કલાકે વરસામેડી પ્રાથમિક શાળા, મુ.વરસામેડી, તા.અંજાર ખાતે લોક સાહિત્ય અને  મિમિક્રીનું આયોજન કરવામાં આવશે.

૮મી ઓક્ટોબરના સવારે ૯:૩૦  કલાકે ગાંધી સમાધી-આદિપુર ખાતે પ્રાર્થના સભા, જનજાગૃતિ રેલી તેમજ નશાબંધી ટેબ્લો કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તો,  ૧૦:૦૦ કલાકે તોલાણી ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્મસી-આદિપુર ખાતે નશાબંધી સપ્તાહની પૂર્ણાહુતિ સમારંભ તેમજ દારૂના દૈત્યનું દહન કરવામાં આવશે.

વ્યસનમુક્તિના આ વ્યાપક અભિયાનને સફળ બનાવવા તેમાં પધારી યોગ્ય ફાળો આપી સાથ સહકાર આપવા કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.