ભચાઉની હાઇવે હોટલ પરથી 22 લાખનું ડમ્પર ચોરાયું

પૂર્વ કચ્છના ભચાઉ પાસે દુધઈ માર્ગ પરના લોધેશ્વર ચાર રસ્તા નજીક હોટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલું રૂ . 22 લાખની કિંમતનું ડમ્પરની ચોરી થયાની ઘટના સામે આવી છે ડમ્પર મલિક દ્વારા શોધખોળના અંતે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. ભચાઉ પોલીસે જાણવા જોગ પરથી હાલ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. બનાવની મળતી પ્રાથમિક માહિતી મુજબ , ભચાઉથી 5 કિલોમીટર દૂર ભુજ દુધઈ રોડ પર લોધેશ્ર્વર ચાર રસ્તા નજીક આવેલી હોટલ સામેના મેદાનમાં ઝંપર ન. (જીજે- 03 – એએક્સ- 8897 ) ગત 27 ની રાત્રીના પાર્ક કર્યા બાદ તેનો ચાલક ચોકીદારને સૂચના આપી તેના ગામ જડસા ગયો હતો . પરિવહન માટે ઓર્ડર મળતા તે ગઈકાલ સવારે હોટલ પર આવ્યો હતો. જ્યાં રૂ . 22 લાખની કિંમતનું ડમ્પર જોવા ના મળતા તેની જાણ ડમ્પર મલિક અઝીઝ જાનમામદ પરમારને જણ કરવામાં આવી હતી. બાદ તપાસ કરતા હોટલમાં રહેલા સી.સી.ટી.વી. કેમેરામાં ડમ્પર સવારે 7.25 વાગ્યા દરમિયાન કોઈ હંકારી જતો હોવાનું દેખાયું હતું. બનાવની જાણ પોલીસમાં કરાતા પોલીસે હાલઘડી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.