જામનગરમાં 2742 બોટલ દારૂ પકડાયો


28 બોટલ દારૂ સાથે પકડાયેલા શખ્સના રિમાન્ડ દરમિયાન જુદા જુદા સ્થળોએથી વિશાળ જથ્થો મળી આવ્યો પોલીસ વિરૂધ્ધ વારંવારખોટી અરજીઓ કરનાર બે શખ્સોની સંડોવણી બહાર આવી રૂપિયા 14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો સીટી એ ડીવીજન પોલીસે રણજીત સાગર રોડ પર પેટ્રોલ પંપ પાસેથી એક બાઈક ચાલકને 28 બોટલ દારૂના જથ્થા સાથે આંતરી લીધા બાદ તેના કબ્જામાંથી રૂપિયા 13.57 લાખનો 2742 બોટલ દારૂ કબજે કરવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો પોલીસની સામે ખોટી અરજીઓ કરવા વાળા બે સખ્સોની સંડોવણી સામે આવી છે. પોલીસે બંનેને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં રણજીત સાગર રોડ પર ભાનુ પેટ્રોલ પંપ પાસેથી એક સખ્સ વિદેશી દારુ સાથે પસાર થવાનો હોવાની સીટી એ ડીવીજન પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે બાઈક પર નીકળેલ જયરાજસિંહ મહિપતસિંહ સોઢા નામના સખ્સના કબજામાંથી 28 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપીને રિમાંડ પર લઇ પૂછપરછ કરી હતી. જેમાં આ દારૂનો જથ્થો શહેરનાં જુદા જુદા વિસ્તારમાં ઉતારવામાં આવ્યો હોવાની કબુલાત કરી હતી. જેને લઈને સીટી એ ડીવીજન પોલીસે જુદી જુદી જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમાં કુલ રૂપિયા 13,57,500ની કિંમતનો 2742 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે આ તમામ દારૂનો જથ્થો કબજે કરી આરોપીની વિધિવત પૂછપરછ કરતા બે સખ્સોની સંડોવણી બહાર આવી હતી. જેમાં આ જથ્થો મહેન્દ્રસિંહ બારીયા અને મહાવીરસિંહ દેવાજી જાડેજા નામના બંને સખ્સોએ ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને સખ્સોને ફરાર જાહેર કરી બંનેની ભાળ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. આ કાર્યવાહી સીટી એ ડીવીજન પીઆઈ એમ જે જલુ, પીએસઆઈ એમવી મોઢવાડિયા, નરેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શિવરાજસિંહ જાડેજા, પ્રવીણ પરમાર, સુનીલ ડેર, વનરાજ ખવડ સહિતના સ્ટાફે પાર પાડી હતી.