રાજકોટ જિલ્લા આટકોટ પાસે ગ્રીન હોટલના ગ્રાઉન્ડમાં રૂા.27.27 લાખના ભેળસેળવાળા બાયોડિઝલ સાથે એક ઈશમ ની ધરપકડ


રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલના કરોબાર ઉપર રોક લગાવવા રેન્જ આઈજી સંદિપસિંહ અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી રાજકોટ ગ્રામ્ય પોલીસ દરોડા પાડી રહી છે ત્યારે જસદણના આટકોટ પાસે ગ્રીન હોટલના ગ્રાઉન્ડમાં ગ્રામ્ય એસ.ઓ.જીએ દરોડો પાડી ભેળ સેળવાળુ નકલી મનાતું બાયોડીઝલ પકડી 27 લાખનું 41 હજાર લીટર બાયોડીઝલ કબજે કરી આટકોટના એક શખ્સની ધરપકડ કરી છે. સપ્લાયર તરીકે એક શખ્સનું નામ બહાર આવતા તેની ધરપકડ માટે તપાસ શરુ કરી છે. જસદણના આટકોટ નજીક હાઈ-વે ઉપર ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોવાની બાતમીના આઘારે ગ્રામ્ય એસ.ઓં.જીના પી.આઈ એસ.એમ.જાડેજા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. હાઈ-વે ઉપર ગ્રીન હોટલના ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર લોખંડના મોટા સ્ટોરેજ ટાંકા બનાવી ભેળ સેળવાળુ જ્વલનશીલ ફ્યુઅલ વેંચાતુ હોવાની બાતમીના આધારે એસ.ઓ.જીએ પડેલા દરોડામાં ગાયત્રી નગર આટકોટમાં રહેતા મનીષ અંનતરાય ઠાકર (ઉ.વ.46) ને ઝડપી લઈ રૂા. 27 લાખ 27 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. લોખંડના ટાંકામાંથી પોલીસે 41,200 લીટર જવલનશીલ પેટ્રોલિયમ જેની કિંમત રૂા. 24લાખ 72 હજાર ગણવામાં આવી છે. તેમજ લોખંડના ટાંકા, ફયુઅલ પંપ, હાઈડ્રોમીટર, બેરલ અને મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ આ બાયોડીઝલનો જથ્થો બુટ ભવાની એન્ટરપ્રાઈઝ વાળા ભાણાભાઈ વ્યાસે આપ્યાનું બહાર આવતા તેની ધરપકડ માટે આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આઈજી સંદિપસિંહ અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી,ડીવાયએસપી પી.એસ. ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય એસ.ઓ.જીના પી.આઈ એસ.એમ.જાડેજા,પી.એસ.આઈ જી.જે.ઝાલા સાથે સ્ટાફના એ.એસ.આઇ ઉપેન્દ્રસિહ જાડેજા,એ.એસ.આઇ વિજયભાઇ ચાવડા,જયવિરસિંહ રાણા,ધર્મેન્દ્રભાઇ ચાવડા ,હિતેષભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા,રણજીતભાઇ ધાધલ ,વિજયગીરી ગોસ્વામી,દિલીપસિંહ જાડેજા.રણભા પરમારે કામગીરી કરી હતી.