પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ
અધિક્ષક સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી બંધ કરાવવા સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર. એચ.એમ.ગોહલની રાહબારી હેઠળ એલ.સી.બી.ના પશ્ચિમ કચ્છ-ભુજના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા જે અનુસંધાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજના કર્મચારીઓ નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હહકકત મળેલ કે, જગદીશભાઇ ભગવાનજી ગાગલ રહે. રાજા રેસિડેન્સી માધાપર તથા દિલીપજી ભગવાનજી ગાગલ રહે. રાજા રેસિડેન્સી માધાપર તથા જાવેદ ફકીરમામદ કુંભાર રહે.જિયાપર તા-નખત્રાણા તથા હાજી જૂસબ કુંભાર રહે.જિયાપર તા-નખત્રાણા વાળા તેઓના માલિકી વાળા ભુજ નલિયા હાઇવે ઉપર દેસલપર ચેકપોસ્ટથી ૩ કિલોમીટર દુર આવેલ રવેચી પેટ્રોલિયમ નામના એસ.આર.કંપનીના પેટ્રોલપંપમાં ડીઝલ ભરાવવા આવતા ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાના ઈરાદાથી પેટ્રોલપંપના અંડર ગ્રાઉન્ડ ટેંકમાં ગેરકાયદેસર રીતે સફેદ કલરનુ જવલનશીલ પદાર્થ ગેર કાયદેસર રીતે વાહનોમાં ભરી વેચાણ કરે છે જે મળેલ હકીકત અંગે તુરત જ વર્ક આઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા સફેદ કલરનુ જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી(બેઝ ઓઇલ) આશરે ૫૦૦૦ લીટર સફેદ કલરનુ જવલનશીલ પેટ્રોલીયમ પદાર્થ મળી આવતા સફેદ કલરનુ જવલનશીલ પેટ્રોલીયમ પદાર્થ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે નખત્રાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.