કચ્છ જિલ્લાના રાપર અને ભચાઉમાંથી ગેરકાયદેસર ચાઈનાક્લે ભરેલાં ચાર ડમ્પર કબ્જે કર્યા: આગળની તપાસ અંજાર પોલિસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ભુજતા.૧૨
કચ્છના રાપર તાલુકામાં ગેરકાયદેસર માટીની ચોરીની વ્યાપક ફરિયાદો વચ્ચે પૂર્વ કચ્છની સ્થાનિક ગુન્હાશોધક શાખાની ટીમે રાપર અને ભચાઉ તાલુકામાંથી ગેરકાયદેસર ચાઈનાક્લે ભરેલાં ચાર વાહન જપ્ત કર્યાં છે. ખનિજચોરી અટકાવવા માટે એલ.સી.બી.ની ટીમે કીડિયાનગર વિસ્તારમાં રોયલ્ટી ભર્યા વિનાનાં બે ડમ્પર પસાર થતાં તેને રોકવામાં આવ્યાં. આ બન્ને વાહનોમાંથી 77.57 ટન માટી ભરેલી હતી, જ્યારે લાકડિયા પાસે 79.64 મેટ્રિક ટન ગેરકાયદેસર માટી ભરેલાં બે ડમ્પર જપ્ત કર્યાં હતાં. આ તપાસ દરમ્યાન ચાલક દયા કાના રાજપૂતનું જી.જે.36. ટી 4619 નંબરનું ડમ્પર, હિતેશ રાણા કોલી (લાકડિયા)નું જી.જે.12.બી. ડબલ્યુ.5618 નંબરનું ડમ્પર, માનસંગ પટેલ (મોરબી)નું જીજે. 12. બી ડબલ્યુ. 7655 નંબરનું ડમ્પર અને લાલાભાઈ મોમાયા ભરવાડ (પલાંસવા)નું જી.જે.12.એ. ઝેડ. 8150 નંબરનું ડમ્પર જપ્ત કરવામાં આવ્યું છે. આ માટી કયાંથી લાવવામાં આવી અને કેટલી રોયલ્ટી ચોરી થઈ તે સહિતની આગળની તપાસ પોલીસ દ્વારા ખાણ-ખનિજ વિભાગ-અંજારને રિપોર્ટ કરાશે.