અમરેલી જિલ્લાના લાઠી તા.ના હજીરાધાર ગામમાં રહેતા યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

અમરેલી, તા.૧૨
બોટાદ ગામે હીરા ઘસવાનો વ્યવસાય કરતાં અને લાઠી તાલુકાનાં હજીરાધાર ગામે રહેતા રાહુલભાઈ ઉર્ફે અશોકભાઈ સોલંકી નામનાં 27 વર્ષીય યુવાનને હજીરાધાર ગામે રહેતા ધર્મેશભાઈ ધીરૂભાઈનાં પત્નિ સાથે બે વર્ષથી પ્રેમસબંધ હોઇ આ અંગેની જાણ તેણીનાં પતિને થતાં પ્રેમી યુવાન તેણીનાં પતિને સમજાવવા તેમનાં ઘરે જતાં તેણીનાં પતિ ધર્મેશભાઈ, તેમના પિતા ધીરૂભાઈ પોપટભાઈ તથા સંગીતાબેન ધીરૂભાઈએ રત્ન કલાકાર યુવાનને ગાળો આપી મુંઢમાર મારતાં રત્ન કલાકાર પોતાની પાસે રહેલ દવા પી લેતા પ્રથમ દામનગર અને વધુ સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડવામાં આવેલ છે. આ અંગેની આગળની તપાસ પોલિસ દ્વારા હાથ ધરાઇ છે.