માંડવી ભાજપના નગરસેવિકા સહિત 8 મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ :આ સાથે ૬૧,૫૦૦નો મુદ્દામાલ જ્પ્ત કરાયો.

ભુજતા.૧૪
કચ્છના માંડવી શહેરના બાવાવાડી મધ્યે સુમતિનાથ કોમ્પ્લેક્ષમાંના એક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે પકડી પાડીને ભાજપના નગરસેવિકા સહિત 8 મહિલાઓને રૂપિયા ૫૧ હજારનો મુદ્દામાલ તેમજ ૧૦ હજારના ૨ મોબાઇલ ફોન સહિત ૬૧,૫૦૦ મુદામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ ગુનો દાખલ કર્યો હતો. માંડવી પોલીસે પૂર્વ હકીકતના આધારે સુમતિનાથ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલા હંસાબેન દિલીપભાઇ ઠકકરના ઘરમાં દરોડો પાડ્યો હતો. હંસાબેન બહારથી મહિલાઓને બોલાવી પોતાના ઘરમાં જુગાર રમાડતા હતા. દરોડા દરમિયાન તીનપતીનો જુગાર રમતા માંડવી નગરપાલિકાના ભાજપના મહિલા કાઉન્સિલર ક્રિષ્નાબેન તરૂણભાઇ ટોપરાણી રહે શાક માર્કેટ પાસે માંડવી તથા પ્રભાબેન સુંદરજી જોષી, મંજુલાબેન નારાણાભાઇ વેકરીયા, રહે રાયણ, ભારતીબેન ભરતભાઇ સલાટ, વસુબા રતનસિંહ જાડેજા, રોમતબાઇ આદમ કેચા, હર્ષિદાબેન સંજયભાઇ ખત્રી સહિત આઠ મહિલાઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાઇ ગઇ હતી. આ સાથે પોલીસે રોકડ રકમ ૫૧,૫૦૦ તથા મોબાઈલ નંગ ૨ કિંમત રૂપિયા ૧૦ હજાર મળીને કુલ ૬૧,૫૦૦ નો મુદામાલ જ્પ્ત કરીને તમામ મહિલાઓ વિરૂધ જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કયો હતો. નગરપાલિકાના કાઉન્સિલર ક્રિષ્નાબેન તરૂણભાઇ ટોપરાણીની જુગાર રમતા પોલીસે દ્વારા ધરપકડ કરાઇ હોવાની જાણ માંડવી શહેરમાં ફેલાતાં ચકચાર મચી ગઇ હતી. તો મહિલા સેવિકાને બચાવવા સતાપક્ષના કેટલાંક અગ્રણિઓ પોલીસ મથકે દોડી ગયા હતા.