રાજકોટ જિલ્લાના વીંછીયાના અજમેર ગામે ચાલુ ગરબીએ છરી વડે યુવાન ઉપર હુમલો થતાં ચકચાર મચી.

રાજકોટ,તા.૧૪
રાજકોટ શહેરના વીંછીયાંના અજમેર ગામે ચાલુ ગરબીએ યુવાન ઉપર છરી વડે હુમલો કરાતા હિલચાલ મચી ગઇ હતી.યુવાનને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. વીંછીયાંના અજમેર ગામે રહેતો વિશ્વરાજ અશોકભાઈ ખાચર (ઉ.વ.19) નામનો યુવાન ગામમાં ગરબી જોવા ગયો હતો. ત્યારે ત્યાં રવિરાજ વીશું ખાચર નામના ઇસમે અગાઉ થયેલા ઝઘડાનું મનમાં રાખી છરી વડે હુમલો કર્યો હતો.વિશ્વરાજ પિતા સાથે ખેતી કામ કરે છે.પોતે એક ભાઈ ત્રણ બહેન છે.ગઈકાલે ગરબી જોવા ગયા બાદ હુમલો થતા ત્યાં હિલચાલ મચી ગઇ હતી.યુવાનને હાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અંગે વીંછીયાં પોલીસ મથકના સ્ટાફે યુવકનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.