ભુજમાં કેન્સરથી ત્રસ્ત લશ્કરના હવલદારે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું.

ભુજ કેન્સરની બીમારીથી પીડિત લશ્કરી મથકમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા પ્રદીપ બર્મન (ઉ.૩૯) એ બીમારીથી કંટાળી જઈ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી ડેતા ચકચાર મચી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર ગઈ કાલે દશેરા હોવાથી પરિવારના સભ્યો પૂજા ના કાર્યક્રમમાં ગયા હતા.ત્યારે હવલદાર પ્રદીપ બર્મનએ દુપ્ટ્ટા વડે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થતાં પરિવારના સભ્યો ઘરે પરત ફર્યા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી.આ ઘટનાની જાણ પોલીસ મથકે કરાતાં આગળની તપાસ હાથ ધરી છે.