માધાપરમાં બાઈક સ્લીપ થતાં 2 ભાઈઓ ઇજાગ્રસ્ત બન્યા

ભુજ તા.ના માધાપર ગામે બાઇક સ્લીપ થતાં બે સગા ભાઈઓ જખમી બન્યા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ માધાપરમાં જૂનાવાસમાં નરનારાયણ નગર ખાતે બપોરના સમયે આ ઘટના બની હતી.ઇજા પામનાર નિશાંત ઉમેશભાઈ હાંસોરા ઉ.૨૦ અને તેના ભાઈ નિલેશ ઉ.૨૩ને અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.આ બને ભાઈઓ મુંન્દ્રાથી પરત આવતા હતા. ત્યારે આ ઘટના બની હતી.