મોટી રવમાં નવરાત્રિ રમવા બાબતે બે વ્યક્તિઓએ યુવક પર છરી વડે હુમલો કરાતા ચકચાર મચી

રાપર તા.ના મોટી રવ ગામમાં મારામારીનો બનાવ ગત મોડી રાત્રિના સમયે બન્યો હતો. બનાવની વિગતો અનુસાર પ્રવીણ ખીમભા ભાટી અને રાજુભા બનેશી ભાટીએ વિક્રમસિંહ અભયસિંહ જાડેજા પર છરી વડે હુમલો કરી કમરના ભાગે ઇજા પહોંચાડી હતી.જેને પ્રાથમિક સારવાર અર્થે રાપર તેમજ વધુ સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ ઘટના અંગેની વધુ તપાસ પોલિશ દ્વારા હાથ ધરાઇ છે.