પાટણ એસીબી સફળ ટ્રેપ કેસ

ફરીયાદી- એક જાગૃત નાગરીક આરોપી-

ધ્રુવ પર્શોતમદાસ પટેલ

સિનિયર સર્વેયર, વર્ગ-3,

જમીન દફતર મોજણી કચેરી, પાટણ જિ.પાટણ

લાંચની માંગણીની રકમ-  રૂ.10,000/-

લાંચની સ્વીકાર્યાની રકમઃ- રૂ. 10,000/-

લાંચની રીકવરીની રકમઃ- રૂ. 10,000/-

ટ્રેપનું સ્થળઃ- નવા બસ સ્ટેન્ડ ની આગળ, પાટણ જી.પાટણ.

ટ્રેપની તા: 19.10.2021

ગુન્હાની ટુંક વિગત:-

 આ કામના ફરીયાદીને પોતાના ગામની સંયુકત માલિકીની જમીન હોઈ જે ખેતીની જમીનમાં સોલાર પ્લાન્ટ નાખવા સારું ભાડે થી જમીન આપવાની હોઇ જે જમીનની હદ અને નિશાન નક્કી કરાવવા સારું જમીન દફતર મોજણી ભવનમાં ઓનલાઈન  અરજી કરેલ જે અરજીની તપાસ અર્થે ઉપરોક્ત આરોપી સર્વેયર આવેલ જેઓએ સર્વે કરેલ જમીનની શીટ તૈયાર કરવા સારું રૂા.10,000/-ની લાંચની માંગણી કરેલ   જે નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય તેઓએ એસીબીમાં ફરીયાદ કરતાં આજરોજ એસીબીએ ગોઠવેલ લાંચના છટકા માં આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.10,000/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઈ ગૂનો કર્યા બાબત.

ટ્રેપીંગ અધિકારી:                                                                                                                                              એન. એ. ચૌધરી                                                                                                                                     પોલીસ ઇન્સ્પેકટર,

બનાસકાંઠા એ.સી.બી. પોસ્ટે., પાલનપુર