જુના મોરબી રોડ પર ધોળકીયા સ્કૂલવાળી શેરીમાંથી એક ઈશમ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

રાજકોટ,તા.19
શહેરમાં જુના મોરબી રોડ ધોળકીયા સ્કૂલ વાળી શેરીમાં બી ડીવિઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન એક શખ્સને વિદેશી દારૂની 24 બોટલ સાથે ઝડપી લીધો હતો.દારૂ ક્યાંથી લાવ્યો?એ અંગે હાલ તેની પૂછપરછ કરવામાં આવી છે. બનાવની પ્રાપ્ત વિગતો,બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી.ઓસુરાની રાહબરીમાં પીએસઆઈ જાડેજા,એએસઆઈ સલીમભાઈ માડમ,કેતનભાઈ પટેલ અને હેમેન્દ્રભાઈ વાઢીયા સહિતના સ્ટાફે બાતમીને આધારે જુના મોરબી રોડ પર ધોળકીયા સ્કૂલ વાળી શેરીમાંથી ભરત દામજીભાઈ રાઠોડ(રહે.ગાંધી વસાહત સોસાયટી,જૂનો મોરબી રોડ)ને રૂ.12 હજારની 24 વિદેશી દારૂની બોટલ અને ઍક્સેસમાં હેરફેરી કરતા ઝડપી લીધો હતો.