માનુકુવા ખાતે વિધાનસભા અધ્યક્ષાનો અભિવાદન સમારોહ યોજાયો
ભુજ તાલુકાના માનકુવા ખાતે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યનો અભિવાદન સમારોહ યોજાયો હતો. રાજયના પ્રથમ મહિલા અધ્યક્ષા તરીકે ઇતિહાસમાં અમર થયેલા અધ્યક્ષાનું સન્માન, સમારોહમાં ૫૬ ઉપરાંત વિવિધ સમાજો, સંગઠનો, મંડળો અને સંસ્થાઓએ ઉષ્માભેર અભિવાદન કર્યુ હતું.આ સન્માન એ પદ અને કચ્છ અને કચ્છીઓનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કચ્છમાં મૂકેલા વિશ્વાસનું સન્માન છે. મારે આપેલી જવાબદારી નિભાવવાની છે. એમ સૌનુ સન્માન સ્વીકારતાં અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, નર્મદાનું કામપૂર્ણ કરાવવું મારો પ્રથમ સંકલ્પ છે મોડ્કુબા સુધી નર્મદાનું વધારાનું ૧ મિલિયન એકરફીટ પાણી પહોંચી લોકોને સિંચાઇના પાણી ઝડપી મળે તેમાટેની પ્રક્રિયા ચાલુ છે. નર્મદા કેનાલની કામગીરીની પ્રક્રિયા વિગતે જણાવી તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ભૂકંપ બાદ કચ્છને બાળકની જેમ ઉછેરી – પોષી આજે વિવિધ વિકાસ પ્રકલ્પો અને પ્રવાસનો અને ઓધોગિક ક્ષેત્રે હરણફાળ ભરાવી સ્થાનિકોને રોજગારી પૂરી પડાવી વિશ્વમાં કચ્છની આગામી ઓળખ ઉભી કરી છે. આ વાતમાં તેમણે કચ્છમાં આકાર પામતા વિવિધ વિકાસ કાર્યો અને તેનાથી સ્થાનિકોને મળતા લાભો અને કચ્છના આભને આંબતા વિકાસનો ઉલ્લેખ વિગતે કર્યો હતો. આ તકે તેમણે પાયાના કાર્યકર્તાઓની જનસેવાના પગલે આગેવાનો પદ મેળવે છે ત્યારે તેમના વિશ્વાસને સાથર્ક કરવાનો વિશ્વાસ આપી તમામનો આભાર માન્યો હતો. જીલ્લા પંચાયતપ્રમુખ પારૂલબેન કારાએ સફળ ગાયનેકોલીજીસ્ટ તરીકેની ધીખતી કમાણી છોડી મહિલાઓના કલ્યાણ માટે રાજકારણમાં પ્રવેશેલા અધ્યાક્ષાની નર્મદાના કાર્યપૂર્ણ કરવાની ધગશ આ તકે રજૂ કરી હતી. નર્મદાના નીર કચ્છને મળે તે માટે અધ્યક્ષા આપે સૌ જન પ્રતિનીધિના પ્રયત્નો સાથે જીલ્લાના વિકાસ કાર્ય કરવામાટે પોતે કટિબધ્ધ છે તેમ પણ ઉમેર્યુ હતું. અભિવાદન સમારોહમાં ગ્રામજનો સાથે અગ્રણી સર્વશ્રી ભુજ તાલુકા પંચાયતપ્રમુખ મંજુલાબેન ભંડેરી, જીલ્લા પંચાયત સભ્ય મનીષાબેન વેલાણી, સામાજિક ન્યાયસમિતિના લક્ષ્મીબેન, માનકુવા સરપંચ વનિતાબેન હિરાણી, જયમલભાઇ રબારી, હરિભાઇ ગાગલ, ભીમજીભાઇ જોધાણી, તુષારભાઇ ભાનુશાલી, હરેશભાઇ ભંડેરી, રાજેશભાઇ દેસાઇ, નિલેશ વરસાણી, ઉર્મિલાબેન ગોરાણી, રામજીભાઇ ડબાસીયા, વનિતાબેન રાણવા, દક્ષાબેન લાધાણી, વાળાસર સરપંચ ક્ષીતિબેન તેમજ આસપાસના ગામના સરપંચઓ અને અગ્રણીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.