ગાંધીધામમાં મુસ્કુરાહટ સંસ્થા દ્વારા ૨00 જેટલા બાળકોને પ્રોત્સાહન ઇનામ આપી કોરોના અંગે જાગૃતિ અપાઈ

મુસ્કુરાહટ સંસ્થાની સંચાલક અંજલિસિંહ દ્વારા ગાંધીધામમાં છેલ્લા ઘણા સમયથી અભ્યાસની સાથે સમાજ સેવા થકી સૌને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અંજલિ સિંહે ગાંધીધામમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સેકટર ૫ ના વોર્ડ નંબર ૧૨માં નવરાત્રિ મંડળ તેમજ માનનીય પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા જાળવવા નો સંદેશ તેમજ કોરોના સે લડાઈ મુસ્કુરાહટ સે પઢાઈ અંતર્ગત શાળામાં નિરંતર માસ્કની ટેવ પડે તેવા હેતુ સાથે નવરાત્રીમાં સલામત ગરબા રમવાનું પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળામાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ બને તેમજ વર્તમાન સમયમાં મંડળ દ્વારા કોરોનાની ગાઇડલાઇન મુજબ આયોજન કરી ૨૦૦ જેટલા બાળકોને સ્ટેશનરી, ચોકલેટ, માસ્ક અને સૅનેટાઇઝર જેવા ઇનામો આપી  પ્રોત્સાહિત કરવા કરવામાં આવ્યા હતા. આ અંગે અંજલિસિંહે જણાવ્યું હતું કે લોકોને કોરોના કાળમાં ધંધા રોજગાર તેમજ આરોગ્યમાં ખુબજ મુશ્કેલી પડી છે તેવા સમયે દેશના પ્રધાનમંત્રીના માર્ગદર્શન મુજબ સમયસર કોરોના સામે લડાઈ જીતવા વેક્સિન લેવાનું જણાવતા લોકો માં જાગૃતિ આવી છે અને બાકીના લોકો પણ બન્ને ડોઝ વેક્સિનના લઇ લે. તેમજ બોળકોમાં કોરોના ન ફેલાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમયસર બાળકો માટે આગામી સમયમાં વેક્સીન કરાવવાની વાતને બિરદાવી બાળકોમાં મુસ્કુરાહટ જાળવી રાખવા શાળામાં ઉપયોગી થાય તેવી કીટ બનાવી સમાજમાં હાસ્ય જાળવી રાખવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.  આ પ્રસંગે  સ્મિતા સિંહ, હિતેશ સિંહઘાલા, પ્રદીપ શિરવની, જીતુ વધવન, સફળ પટેલ, અજીત ઠાકર, જય રૂપારેલ, મયૂર જાથી, ધર્મેશ કારાલિયા અને બાળકો ઉત્સાહભેર હાજર રહ્યા હતા.