પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ને રજુઆત કરવામાં આવી.


પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા અને મહામંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પત્ર પાઠવી વિવિધ પડતર પ્રશ્નો ની રજુઆત કરવામાં આવી હતી.જિલ્લાના શિક્ષકોના વિવિધ પ્રશ્નો જેવા કે મોંઘવારી એરિયર્સ ચૂકવવા બાબત,સી.પી.એફ ખાતા સમયસર ખોલવા,શિક્ષકો દ્વારા વેકેશન કે જાહેર રજાના દિવસોમાં કરેલ કામગીરીની વળતર રજાનો પરિપત્ર કરવા અંગે,એલ.ટી.સી બાબતે જરૂરી સ્પષ્ટતા કરવા,સંયુક્ત ગ્રાન્ટ સત્વરે ફાળવવા બાબત વગેરે રજુઆત કરવામાં આવી હતી.ત્યારબાદ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને બી.એલ.ઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકોના પ્રશ્નો સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી. વિવિધ પડતર પ્રશ્નો જેવા કે વેકેશન દરમિયાન કરવાની થતી કામગરી વેકેશન સિવાયના દિવસોમાં ગોઠવવી,બી.એલ.ઓ ના મહેનતાણા સમયસર ચૂકવાય,વળતર રજાનો પરિપત્ર સમયસર થાય,જે બી.એલ.ઓ ને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા છે.તેની જગ્યાએ બીજા ની નિમણૂક કરવી,બી.એલ.ઓ તરીકે બીજા વિભાગના કર્મચારીને પણ નિમણૂક આપવી. બન્ને અધિકારીઓએ વિસ્તારપૂર્વક પ્રશ્નો સાંભળી હકારાત્મક ઉકેલની ખાતરી આપી હતી.શિક્ષકોના પ્રશ્નોની રજુઆત વેળાએ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ વિભાગ સંગઠન મંત્રી કિશોરસિંહ ચુડાસમા, જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ,રાજય પ્રતિનિધિ નારણભાઇ ગઢવી,જિલ્લા પ્રચાર પ્રમુખ પરેશભાઈ છાત્રોડિયા, અબડાસા તાલુકા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા,રાપર તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા,માંડવી તાલુકા પ્રમુખ રસિકભાઈ પરમાર,મંત્રી હિરેનભાઈ વાસાણી,અંજાર તાલુકા સહ મંત્રી વનરાજભાઈ જીલરીયા,કેતનસિંહ ઝાલા,સંદીપભાઈ રાઠોડ સહિતના શિક્ષકો જોડાયા હતા. તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ પરેશભાઈ છાત્રોડિયાની યાદીમાં જણાવાયું છે.