કકરવામાં 43 ટન રોયલ્ટી વિનાના વાહનો ઝડપાયા

પૂર્વ કચ્છ એલ.સી.બી એ ભચાઉ તાલુકાનાં કકરવા ગામેથી 43.21 ટન રોયલ્ટી વગરની ચાઈનાકલે સાથે 2 ડમ્પર અને 1 હીટાચીને ઝડપી પાડ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકાનાં કકરવા ગામે પૂર્વ કચ્છ એલ.સી.બી. ત્રાટકી હતી. જ્યાં રોયલ્ટી વગર ભરી પરિવહન કરતાં 2 ડમ્પર અને 1 હિટાચીને 43.21 ટન ચાઇનાકલે સાથે ઝડપી લેવામાં આવી હતી, 3 ડમ્પરોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.