મોટા અંગીયા ખાતે તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્ર્મમાં ૧૦૦૦ હજાર લાભાર્થીઓને ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઘરઆગંણે યોજનાઓનો લાભ મળ્યો

પ્રગતિશીલ વિકાસની હરણફાળ ભરતા મોટા અંગીયા ગામે સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો શરૂ થયો એ પ્રસંગે ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજય સરકારે તમામ ક્ષેત્રના લોકોનું હિત નજરે રાખી વિવિધ યોજના અમલમાં મુકી છે તે માટે કોઇ ગરીબ લાભાર્થી યોજનાથી વંચિત ન રહે તે માટે વહીવટી તંત્ર અને સરપંચોને અનુરોધ કર્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઇ પટેલ જણાવ્યું કે આસપાસના તમામ ગામોને સરકારના ઉમદા હેતુ થકી એકજ સ્થળે તમામ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આ પ્રસંગે નખત્રાણા પ્રાંત અધિકારી ડો.મેહુલ બરાસરાએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓ ઘરઆંગણે લાભાર્થીને મળે તેવા ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો છે તેમાં બહોળી સંખ્યામાં લોકોને જોડાવવા પણ અપીલ કરી હતી. સ્વાગત પ્રવચન કરતા મામલદાર વી.કે.સોલંકીએ કર્યું હતું. આ  સેવાસેતુના માધ્યમથી ૧૩ વિભાગની ૫૬ જેટલી સેવા પુરી પાડવામાં આવી હતી જેનો ૧૦૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.   સરપંચ ઇકબાલ ઘાંચીએ કાર્યક્રમની રૂપરેખા આપી ગામના સર્વાગી વિકાસ અંગે માહિતી આપી હતી. અંત્યોદયના ૨૦ લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય અપાઇ હતી. કાર્યક્રમનું સંચાલન મનોજભાઇએ કર્યુ હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય કરસનજી જાડેજા, ટી.ડી.ઓ વિનોદભાઇ જોષી, અગ્રણી સર્વ દિપીલભાઇ પટેલ, લિલાબેન મનિષ મહેશ્વરી, રાજેશભાઇ પલણ, ખેંગારભાઇ રબારી, રાકેશ પટેલ, ડી.સી.જાડેજા, હરદેવસિંહ જાડેજા, સંગીતાબેન રૂડાણી, તુલસી ગરવા, રવિભાઇ પટેલ, મણીલાલ પટેલ, સામહાભાઇ, વાલજી મારવાડા, કિરણભાઇ જેપાર, કલાભાઇ રબારી, પ્રકાસ વાણિયા, વિરલબેન ભટ્ટ, સંગીતાબેન ઠક્કર, જયોતીબેન કુંવર, રશ્મીતાબેન પટેલ, હરેશ પટેલ, ગીરીશ ગુંસાઇ, પાલીબેન રબારી, નીતાબેન શાહ, નયનાબેન નાથવાલા, નર્મદાબેન મારવાડા, ખીમજીભાઇ ગરવા, અરૂણ મહેશ્વરી, ભરત મહેશ્વરી, હારૂન લોહાર, મ.ભો.યો.ના સંચાલક, રસોયા, હેલ્પર, આંગણવાડી વર્કર, આશાવર્કર, રેવજી મનસુખ તલાટી, કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.