અબડાસા જેવા છેવાડાના વિસ્તારમાં આ માર્કેટીંગ યાર્ડ ખેડૂતોની સમૃધ્ધિનું સિમાચિહન બનશે



વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યની વિશેષ ઉપસ્થિતિમાં મોથાળા ખાતે માર્કેટીંગ યાર્ડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ખેડૂતોને તેમની વિવિધ પેદાશ દુર વેચવા ન જવું પડે જેથી પરિવહનના ખર્ચનો વધારે બોજો ન પડે ઉપરાંત ઘર આંગણે જ સારા ભાવ અને બજાર મળી રહે તે માટે માર્કેટીંગ યાર્ડ ખુબજ અગત્યતા ઘરાવે છે જે હેતુસર અંદાજીત ૨૨ કરોડના ખર્ચે મોથાળા ખાતે અધતન માર્કેટીંગ યાર્ડનું નિર્માણ પામશે જેનું ડો.નીમાબેન આચાર્યના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આ માર્કેટીંગ યાર્ડનું નિર્માણ થતાં લોકોની આશા અપેક્ષાઓ પરિપૂર્ણ થશે. આ છેવાડાના વિસ્તારમાં માર્કેટીંગ યાર્ડ સીમાચિહનરૂપ બનશે તેવું કહી આ પ્રોજેકટને ખેડૂતોની સમૃધ્ધિ માટે ખુબજ અગત્યનું ગણાવ્યું હતું. ઉપરાંત ૧૦૦ કરોડ વેકસિનના ડોઝ પૂર્ણ થવાની ખુશીમાં સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, આ સુવિધાસભર માર્કેટીંગ યાર્ડ થકી અબડાસાના વિકાસમાં વધારો થશે. ઉપરાંત લોકલ ટુ વોકલનો ઉલ્લેખ કરી સ્થાનિક લોકો તેમજ ઉધોગોને મહત્વ આપી તેમની પાસેથી જ ખરીદી કરી નૂતન ભારતમાં સહભાગી બનવા લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અબડાસા માટે ખુબજ ખુશીની ઘડી છે કારણ કે ખેડૂતોની ખાસ જરૂરિયાત આજ પુરી થવા જઇ રહી છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આ માર્કેટીંગ યાર્ડ થકી ખેડૂતોને વિકાસની વધુ તકો મળશે તો રોજગારીનું પણ સર્જન થશે. આ પ્રસંગે પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઇ છેડાએ અબડાસાના ખેડૂતો માટે આ માર્કેટીંગ યાર્ડને ટર્નિંગ પોઇન્ટ ગણાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરાંત ભુજ એપીએમસી ચેરમેન કેશુભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ પ્રસંગે ડો.નીમાબેન આચાર્ય તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અબડાસા એપીએમસીના ડાયરેકટર નિલેશભાઇ મિરાણીએ કર્યુ હતું. તો આભારવિધિ પરેશભાઇ ભાનુશાળીએ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઇ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન ચોપડા તથા અગ્રણી સર્વ હર્ષદભાઇ ઠકકર, મયંક ગાંધી, મહેશ ભાનુશાળી, હકુમતસિંહ જાડેજા, પરસોતમભાઇ ઘોરડીયા, રાજેશ પલણ, દામજીભાઇ ભાનુશાળી, મહંત હરિગર દાદા, ગોવિંદભાઇ પટેલ, લાલજી પટેલ, દીલીપભાઇ, રમીલાબેન, માલતીબેન, અશોકભાઇ મિરાણી, અરવિંદભાઇ, પંકજભાઇ ઠકકર, મોથાળા સરપંચ શિવજીભાઇ, ઉમરશીભાઇ, ધનસુખ મિરાણી, શંકરભાઇ ભાનુશાળી, વસંતભાઇ ભાનુશાળી, નરેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, અનુભા જાડેજા, કાનજી ગઢવી, વિક્રમસિંહ જાડેજા, ઉમરસિંહ ભાટી, જયદેવસિંહ જાડેજા, સામત ઘોરડીયા, શંભુભાઇ ભાનુશાળી, રાજુભા જાડેજા, મુકેશ ચૌધરી, જગદીશ ઠકકર, વેરશી સંજોટ, રમેશભાઇ પટેલ, જટુભા સોઢા તેમજ અબડાસા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, મામલતદાર તેમજ અગ્રણીઓ, ખેડૂતો અને વેપારીઓ ઉપસ્થિત રહયા હતા.