ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડીયાની નોટના 86 બંડલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ

ભુજ માધાપર વચ્ચે કારમાં નકલી ચલણી નોટના બંડલો સાથે ત્રણ વ્યક્તિઓ હોવા અંગેની પૂર્વ બાતમીના પગલે પશ્ચિમ કચ્છના સ્પેશીયલ ઓપરેશન ગૃપની ટીમે ભુજના બે અને એક ખાવડાના જુણા ગામના શખ્સને રૂપિયા 2,01,500ની રોકડ રકમ તેમજ 30 હજારના ત્રણ મોબાઇલ અને સાડા ચાર લાખની કાર મળીને કુલ 6,81,500ના મુદામાલ સાથે ઝડપી પાડી માધાપર પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમ ભુજ માધાપર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે મળેલી સચોટ બાતમી મુજબ નળ વાળા સર્કલ પાસેથી એક કારમાંથી ભુજના સરપટનાકા બહાર શેખ ફળિયામાં રહેતા રમજાન કાસમશા શેખ અલીશા કરીમશા શેખ અને ખાવડાના જુણા ગામના ઇબ્રાહિમ અલીમામદ સમા નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા ત્રણે આરોપીઓ પાસેથી ચીલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી નકલી નોટના 86 મંડલ જેમાં દરેક નોટના બંડલ પર રૂપિયા 500ના દરની અસલી નોટો ભેડવી આ ત્રણેય ગઠીયાઓ દિવાળીના તહેવારો નજીક હોઇ લોકોને નકલી ચલણી નોટ પધરાવી દેવાની ફિરાકમાં હતા. એસઓજીએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને તેમના કબજામાંથી નકલી નોટના બડલો સાથે અસલી ચલણી નોટના રૂપિયા 1,99,500 તેમજ અન્ય રોકડ રૂપિયા બે હજાર તથા 30 હજારના ત્રણ સ્માર્ટફોન અને સાડા ચાર લાખની કાર સહિત કુલ રૂપિયા 6,81,500નો મુદામાલ કબજે લઇ આરોપીઓ વિરૂધ માધાપર પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.