જુનાગઢના એક મકાનમાં જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા

જુનાગઢ તાલુકાના ખામધ્રોળ રોડ માધવપાર્ક રેલવે ફાટક પાસે રહેતો ઈસમ (ઉ.69) પોતાના ફાયદા માટે બહારથી માણસો બોલાવી પોતાના મકાનમાં જુગારનો અડ્ડો ચલાવતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે ગત સાંજે સવા ચારના સુમારે ત્રાટકી મકાનમાલીક, રોકડા 16070 ચાર મોબાઈલ 15500 મો.સા. બે 35000 ઓટો રીક્ષા એક 40,000 સહિત કુલ 1,06,570 સાથે દબોચી લીધા હતા. મકાનમાલિક આરોપી નિવૃતિ બાદ જુગારનો ધંધો શરુ કરતાં ઝડપાઈ જવા પામ્યો હતો. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.