રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગીર-સોમનાથ દ્વારા ડૉ. આંબેડકરની ફોટો ફ્રેમ ઘરે ઘરે અપાઇ

ડૉ.બાબા સાહેબ આંબેડકર ને ઘર ઘર સુધી પહોંચાડવાના હેતુ થી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગિરસોમનાથ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ વાઢેર તેમજ તેમના સાથી મિત્રો દ્વારા બાળકો ને પ્રોત્સાહન સ્વરૂપે ગૌતમ બુદ્ધ તથા ડૉ.બાબા સાહેબ આંબેડકરની ફોટો ફ્રેમ ની ભેટ આપવામાં આવી. સાથે રાજેશ વાઢેર નું એવું પણ કહેવું છે કે નવરાત્રી ના માધ્યમ થી ઘર ઘર સુધી આંબેડકરની વિચારધારા પહોંચાડવાની આ એક પહેલ કરવામાં આવી છે આવતા વર્ષે અન્ય આંબેડકર વાદી લોકો પણ અમારી સાથે જોડાઈ તમામ ઘર સુધી ડૉ.બાબા સાહેબ આંબેડકર ને પહોંચાડીશું.