ભુજ શહેરમાં એક શખ્સે પોતાનું વાહન બીજાની જિંદગી જોખમાય તે રીતે પૂર ઝડપે ચલાવી ગુન્હો કરેલ છે.
તા. ૧૫/૦૬/૨૦૧૮ નો બનાવ.
ભુજ શહેરમાં ડોલર હોટલ સામે ખાવડા રોડ પર હરિભાઇ ગોપાલભાઇ ડાંગર (ઉ.વ.૪૭ રહે. કુનરિયા ) એ પોતાના કબ્જાની મહેન્દ્રા જીપ નં જી.જે ૧૨ *૬૭૦૦ વાળીમાં ઉપરના ભાગે લોખંડના લાંબા પાઇપો આગળ પાછાળ લટકતા લબડતા ભરી બીજાની જિંદગી જોખમાય તે રીતે પૂર ઝડપે ચલાવી ચેકિંગ દરમ્યાન પકડાઈ જઈ ગુન્હો કરેલ હતો . જેની નોધ ભુજ શહેરની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.