ભરુચમાથી ૬૦૦ કિલો ગાંજો પકડાયો , કચ્છની કારમાં ડિલિવરી લેવા માટે ગયેલી કાજલ કોણ ?

ભુજ /અમદાવાદ : રાજ્યના નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરૉએ ભરૂચની નર્મદા ચોકડી પાસેથી બે કરોડ રૂ. કિમતનો ૬૦૦ કિલોગ્રામ ગાંજો કબ્જે કર્યો હતો. જાણકારી આધારે NCB એ ટ્રકમાથી આ ગાંજો કબ્જે કરાયો હતો. ગાંજાની ડિલિવરી લેવા કચ્છ પાસિંગની વર્ના કારમાં આવેલી કાજલ નામની એક મહિલાની NCB એ ધરપકડ કરી હતી. એનસીબીએ કાજલ ઉપરાંત ગુજરાતમાં ગાંજાના નેટવર્કમાં હોલસેલ વેપારી ગણાતા ૩ સહિત કુલ પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા શખ્સોમા કમલ લોચન (રહે, ઓડિશા હાલે સુરત ) ,મનીષ પરમાર (રહે. ભરુચ ) પ્રમોદકુમાર પૂરણસિંઘ ( રહે. યુપી ) ,શીશપાલ ગુલાબસિંઘ (રહે, યુપી ) , ની ધરપકડ કરવામાં આવી હતી. કચ્છખબર સાથે વાત કરતાં NCB એનએ ઝોનલ ડાયરેક્ટર હરિઓમ ગાંધીએ જણાવ્યુ કે , કમલ ,મનીષ અને પ્રમોદકુમાર એ ત્રણ જણા ગુજરાતમાં જથાબંધ ગાંજો સપ્લાય કરનારા મુખ્ય સપ્લાય હતા. બાતમીના આધારે NCB એ ઉતર પ્રદેશ પાસિંગની ટ્રક (નંબર UP81 CT 0635 ) માથી ગાંજાનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ગાંજો ઓડિશાથી ગુજરાતમાં લવાયો હતો. સ્થળ પરથી NCB એ એક વર્ના કાર અને એક સ્કૂતી પણ કબ્જે કર્યો હતા.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *