ઈદના પવિત્ર દિવસે જ શંકાસ્પદ ગૌ- માસ સાથે ભુજનો શખ્સ પકડાયો : ક્યાં કરાઇ ગાયની હત્યા ?
એક તરફ મુસ્લિમ બિરાદરો આજે ઈદની ઉજવણી કરી રહ્યા છે અને બીજી તરફ ચોક્કસ લોકો દ્વારા ગૌ હત્યા કરાઇ હોવાનો બનાવ ભુજમાં સામે આવ્યો હતો. પોલીસ ને ખાનગી રાહે આજે હકીકત મળેલી કે ભીડનાકા વિસ્તારમાં ગૌ-માસ સાથે એક શખ્સ જઇ રહ્યો હતો. જેના આધારે DYSP પશ્ચિમે પટેલ સાહેબની આગેવાની હેઠળની ટિમ વોચમાં હતી. ત્યારે જ GJ -૧૨ -Q -૬૫૫૭ નંબરના સ્કૂટર પર વલીમામદ હુસેન મોખા રહે સોનાપૂરી નવા કુંભારવાસ ત્યાથી પસાર થયો હતો જેની ઝડતી કરતા તેના સ્કૂટરની ડીકીમાથી શંકાસ્પદ ગૌ-માસનો ૨૦ કિલો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસ તેની અટક કરી શંકાસ્પદ ગૌ માસનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. અને વધુ તપાસ માટે એ ડિવિઝન પોલીસને સોપ્યો હતો. તો પ્રાથમિક તપાસ બાદ જથ્થો પરીક્ષણ તપાસ અર્થે મોકલાશે તેવું એ ડિવિઝન પી.આઈ . શ્રીજલુએ જણાવ્યુ હતુ અને ત્યારબાદ તે ગૌ માસ છે કે નહીં તે ખૂલસે જે બાબતે પશુ ચિકિસ્ત સહિતની ટીમને પણ તપાસમાં સામેલ કરાઇ હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.