આણંદ-કઠાણામાંથી જુગાર રમતા 16 ઇસમો પકડાયા

આણંદ શહેરમાં જવાહરનગર ઝૂંપડપટ્ટી અને બોરસદના કઠાણામાં જુગાર રમતાં 16 ઇસમોને આણંદ અને બોરસદ પોલીસે રૂપિયા 17 હજારના મુ્દ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે તમામ વિરૂદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આણંદ શહેરમાં આવેલી જવાહરનગર ઝુંપડપટ્ટીમાં કેટલાંક ઇસમો ભેગાં મળીને પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે આણંદ શહેર પોલીસે દરોડો પાડી જુગાર રમતા શબ્બીરહુસેન નજીરહુસેન શેખ, વસંત ભાસ્કર પાટીલ, દીપક પ્રતાપ કોળી, મહેશ નટુ વસાવા, અશોક જેઠા વસાવા, યુસુફશા રહેમાનશા દિવાન, અલ્તાફ મહંમદ વ્હોરા અને વસીમખાન ઈલ્યાસખાન પઠાણ (તમામ રહે. આણંદ)ને રોકડ રકમ અને ચાર મોબાઈલ મળી કુલ રૂપિયા 13 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.એ જ રીતે બીજા બનાવમાં બોરસદ તાલુકાના કઠાણા ગામે માઢવાળા ફળીયામાંથી જવારહુસૈન ઉર્ફે મુન્નાભાઈ મુખત્યારહુસૈન બીલાલ, મીતુલ રસિક શાહ, દિપક ડાહ્યા રાણા (ત્રણેય રહે. ખંભાત), ભાયલાલ ઉર્ફે કાકુજી રામસિંહ સોલંકી, હસમુખ હઠી સોલંકી, કરશન મોતી રોહિત, રમણ અશા સોલંકી (ચારેય રહે. કઠાણા) અને બુધા ગીરધર પઢીયાર (રહે. કાંધરોટી)ને 3200ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.