માળિયામાં ગામની સીમમાં પાણી વાળવા બાબતે પાઇપથી હુમલો

માળિયાહાટીના ગામની સીમમાં પાણી વાળવાનાં કોઈ મનદુ:ખને લઈ મારામારી થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યારે ભેંસાણનાં જુનીધારી ગુંદાળી ગામે ઝગડામાં વચ્ચે પડેલા એક મહિલાને મારમારતા પોલીસે એક ઈસમ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. માળિયામાં રહેતા આપાભાઈ સિસોદીયા અને ધીરૂભાઈ સીસોદીયા, અનોપસિંહ સિસોદીયાની ખેતીની જમીનમાં પાણીનો કુવો, ઈલેક્ટ્રીક મોટર સંયુક્ત ભાગીદારીમાં હોય. તેમજ માર માર્યો હતો.આ ઉપરાંત અનોપસિંહે લોખંડનાં પાઈપ વડે હુમલો કરતા માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવાઈ છે. જ્યારે ભેંસાણનાં જુની ધારીગુંદાળી ગામે રહેતા હંસાબેન તેજાભાઈ રાઠોડે લખાવાયેલી ફરિયાદ મુજબ પ્રવિણભાઈ રાઠોડ ઘર નજીક આવેલ નવેરામાં ઝગડો કરતા હોય ત્યારે હંસાબેન ત્યાં ગયા હતા. અને પ્રવિણે કહ્યું હતું કે, તું અહીંયા કેમ આવી બાદમાં વાળ ખેંચી માર મારતા પોલીસ ફરિયાદ લખાવાઈ હતી. પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.