દાહોદ અને બારિયામાંથી જુગાર રમતા 5 શખ્સો પકડાયા

દેવગઢ બારિયામાં ગાડા બાવળના ઝાડની નીચે કોટની બાજુમાં હાર જીતનો જુગાર રમાઇ રહ્યો છે. જેના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ કરી બેસી જુગાર રમી રહેલા લોકોમાં નાસભાગી મચી ગઇ હતી. પોલીસે કોર્ડન કરી રાણીવાવના નંદકિશોર કિશોરી, નેનસીંગ સુરકેટાંગ અને પીપલોદના અજયભાઇ લુહારને પકડી પાડ્યા હતા.પકડાયેલા જુગારીઓની અંગઝડતીમાં 3030 રૂપિયા રોકડા તથા પાના પત્તા મળી કુલ 3030નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દાહોદ શહેર પોલીસે પણ વાંસકોડિયાના શબ્બીરભાઇ એહમદભાઇ ભીસ્તી તથા રેલવે સ્ટેશન મુસાફરખાના પાસેના રહીમભાઇ લતીફભાઇ શેખને આંક ફરકની સ્લીપો, બોલપેન તથા રોકડા રૂપિયા 500ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. પકડાયેલા જુગારીઓ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.