બામણબોરના નવાપરામાં રહેતા પૂજારી પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.4 લાખની મતાની તસ્કરી

રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોરના નવાપરામાં રહેતા પૂજારી પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.4 લાખની મતાની તસ્કરી કરી ગયા હતા. બામણબોરના નવાપરામાં રહેતા અને ગામના મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતા પરેશભાઇ હકાભાઇ દૂધરેજિયા અને પરિવાર નવાગામમાં જ રહેતા તેના ભાઇના ઘરે ભજન અને ભંડારામાં ગયા હતા. ત્યારે રાત્રીના અરસામાં બંધ ઘરમાં ઘૂસેલા તસ્કરો સોનાના દાગીના અને રોકડ સહિત ચાર લાખની મતાની તસ્કરી કરી ગયા હતા, ઘટનાની જાણ થતાં એરપોર્ટ પોલીસ દોડી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કેમેરા ચેક કરતાં ચાર ઈસમ શંકાસ્પદ જોવા મળ્યા હતા. જ્ક્ષ્યારે ભગવતીપરામાં તસ્કરો ઘૂસયા હતા. ભગવતીપરામાં નુરમહમદભાઇ ઇબ્રાહીમભાઇ રેવાણીના બંધ ઘરનું તાળું તોડી તસ્કરોએ તમામ સામગ્રી વેરવિખેર કરી નાખી હતી પરંતુ કોઇ કિંમતી વસ્તુ હાથ નહીં આવતા તસ્કરોનો ઇરાદો બર આવ્યો નહોતો. નુરમહમદભાઇ અને પરિવારજનો ભગવતીપરાના શિવમપાર્કમાં રહેવા ગયા હોય કિંમતી વસ્તુઓ તે મકાને લઇ ગયા હોવાથી જૂના મકાનમાં તસ્કરોની કારી ફાવી ન હોતી.