બગસરામા નદીપરા વિસ્તારમા એક યુવકે સામે જોવાની ના પાડતા યુવક પર પાઇપથી હુમલો

બગસરામા નદીપરા વિસ્તારમા રહેતા એક યુવકે સામે જાેવાની ના પાડતા અહી જ રહેતા ચાર ઇસમોએ પાઇપ વડે મારમારી ઇજા પહોચાડી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બાબતે  બગસરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરાવી છે. આ ઘટના બગસરામા યુવકને મારમાર્યાની બની હતી. અહી રહેતા શિવાંગભાઇ રાજેશભાઇ દેવમુરારી (ઉ.વ.23) નામના યુવકે બગસરા પોલીસ સ્ટેશનમા લખાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે સામે જોવાની ના પાડતા રફિકશા હુસેનશા શાહમદાર, રીયાજ રફીકશા શાહમદાર, મુસ્તાક મનસુરશા શેખ અને મોસીન મનસુર નામના ઇસમોએ તેની સાથે બોલાચાલી કરી હતી. આ ઇસમોએ લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોચાડી હતી. આ ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપી હતી.