પોરબંદરમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે ગાયત્રી નગરનો ઈસમ પકડાયો

પોરબંદરમાંથી ગેરકાયદેસર હથિયાર પિસ્તોલ સાથે એક ઈસમને એલસીબીએ પાડી પાડ્યો છે. આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી અનુસંધાને જિલ્લામાંથી હથિયાર ધારાના કેસો શોધી કાઢવા ખાસ સુચના હોય જે અન્વયે એલસીબી પીઆઇ એન.એન.રબારીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એમ.ગઢવી સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન ચોક્કસ બાતમી આધારે જ્યુબેલી ગુરૂકુળના ગેટ સામે સ્ટાફે જાહેરમાથી ઈસમ રવિ કીશા મુશારને તપાસ કરતા તેના કબ્જામાંથી ગેરકાયદેસર દેશી બનાવટની લોખંડની પીસ્તોલ મેગેજીન વાળી મળી આવતા પોલીસે રૂ.10 હજારના મુદ્દામાલ સાથે ઈસમને પકડી પાડ્યો હતો. આ ઈસમ જયુબેલી ખાપટ રોડ ગાયત્રીનગર રબારી સમાજ પાસે રહેતો હોવાનું જણાવ્યું છે. આ અંગે વધુ તપાસ ઉધોગનગર પોલીસ ચલાવી રહી છે. આ શખ્સ રવિ કિશા મુશાર અગાવ હત્યાના પ્રયાસમાં ખાસ જેલમાં હતો. બાદ પાસા હેઠળ બરોડા જેલમાં હતો. પાસાની સજા પુરી થતા તેને પોરબંદર ખાસ જેલમા મુકવા આવતા આ આરોપી નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જામીન મુક્ત થતા આ ઈસમ પિસ્તોલ સાથે પકડાયો છે. ત્યારે ઈસમના કોલ ડિટેઇલના આધારે પોલીસ આગળની તપાસ હાથ ધરશે તેવું જણાવ્યું હતું.