મોરબીના લખધીરપુર રોડ પરથી દેશી દારૂ સાથે એક સાગરીત પકડાયો

images-1-5

મોરબીના લખધીરપુર રોડ પરથી એલસીબી ટીમે દેશી દારૂ સાથે એક સાગરીતને ઝડપી પાડ્યો છે. તો અન્ય સાગરીતનું નામ ખૂલ્યું છે. મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લખધીરપુર રોડ સીટી સિરામિક સામેથી સાગરીત જીવરાજ જગાભાઈ ડાભી રહે મોરબી વીસીપરા વાળાને દેશી દારૂ 100 લિટર કિંમત રૂ. 2,000 સાથે પકડી પાડ્યો છે. અને દારૂનો જથ્થો સાગરીત ધર્મેન્દ્ર જગદીશ મેર રહે મોરબી વીસીપરા વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા સાગરીત ધર્મેન્દ્ર વિરુધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.