રીબડી સીમ વિસ્તારમાં ચાલતી જુગાર કલબ પર દરોડો : 8 શખ્સોની ધરપકડ

રાજકોટ- ગોડંલ હાઇવે પર આવેલા રીબડી ગામના ઉગમણા રસ્તે આવેલી સીમમાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમીના આધારે એલસીબી સ્ટાફે દરોડો પાડી રાજકોટ કોટકા સાંગાણી અને કાલાવાડના આઠ ઇસમોને રૂ.5.19 લાખના મુદામાલ સાથે અટક કરાઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર મુળ રીબડાના વતની અને હાલ પારડી ગામે રહેતા મગનભાઇ લખાભાઇ પીપળીયા પોતાની રીબડી ખાતે આવેલી વાડીમાં જુગારની કલબ શરૂ કર્યાની બાતમીના આધારે એલસીબી પીઆઇ.અજયસિંહ ગોહિલ, પી.એસ.આઈ.એસ.જે.રાણા એએસઆઈ મહેશભાઇ જાની, હેડ કોન્સ્ટેબલ બાલકૃષ્ણ ત્રિવેદી, નિલેષભાઈ ડાંગર, અમુભાઈ વિરડા, દિવ્યેશભાઈ સુવા અને પ્રકાશભાઈ પરમાર સહિતના રાત્રિના અરસામાં જુગાર અંગે દરોડો પાડ્યો હતો.