આજીડેમ ચોકડી નજીકથી હત્યાનો આરોપી 7 હજારના વિદેશી શરાબ સાથે ઝડપાયો

આજીડેમ ચોકડી માનવસરોવર જવાના રસ્તા નજીકથીક્રાઇમ બ્રાંચના સ્ટાફે દરોડો પાડી હત્યાના ગુનામાં અગાઉ ઝડપાયેલ ઇસમની રૂ. 7,820 ની કિંમતના 92 નંગ ચપલા સાથે અટક કરી હતી. મળતી વિગતો અનુસાર આજીડેમ ચોકડી પાસેથી ચુનારાવાડા ચોક શિવાજીનગર શેરી નં 20 ભાવનગર રોડ ઉપરથી રિક્ષા ડ્રાઈવીંગ કરતા રોહિતઉર્ફે ઠેલો રાજુભાઇ મકવાણા નામના કોળી ઇસમને ઝડપી પાડીને રૂ. 7,820 ની કિંમતના 92 નંગ ચપલા જપ્ત કર્યા છે. રોહિત અગાઉ થોરાળા પોલીસમાં હત્યાના ગુનામાં ઝડપાઇ ચૂક્યા છે. એ.સી.પી ક્રાઇમ ડી.વી.બસીયા અને પી.આઈ વી.કે.ગઢવીની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ પી.બી.જેબલીયા સાથે તેમની ટીમના વિક્રમભાઈ ગમારા, સુભાષભાઈ ધોધારી, જીગ્રેશભાઈ મારૂ તથા પ્રતાપસિંહ મૌયા, દેવાભાઇ ધરજીયા, નિતેષભાઈ બારૈયા, મૈસુરભાઈ કુંભારવાડીએ કામગીરી કરી હતી.