બોટાદમાં સાળંગપુર રોડ નજીકથી જુગાર રમતા 5 ઇસમો પકડાયા

બોટાદમાં સાળંગપુર રોડ ઉપર આવેલ વારિયા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 5 શખ્સોને રૂ.6120નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેશરને તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોદ્વારા મળતી માહિતી અનુસાર બોટાદ પોલીસ સ્ટાફનાં ગોકુલભાઈ ઉલ્વા, રવિરાજસિંહ ડોડીયા વગેરે સવારના અરસામાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે સાળંગપુર રોડ ઉપર આવેલ વારિયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં દરોડો પાડતા સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે જાહેરમાં પૈસાની હારજીતનો ગંજીપાના વડે જુગાર રમતા 5 શખ્સોને રૂ.6120નાં મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.આ દરોડા દરમિયાન પોલીસે અનીલ મનું મકવાણા, પ્રવીણ ઉર્ફે ઘૂઘો બેચર ચૌહાણ, મહેન્દ્ર ઉર્ફે મુકો વસંત રાઠોડ, ભરત દાનજી હેડંબા અને વિનોદ ઉર્ફે અનિલ મનુ સોલંકી તમામ રહે. બોટાદને પકડી પાડી બોટાદ પોલીસ સ્ટેશનમાં જુગારધારાનો ગુન્હો દાખલ કરીને કાયદેશરની તપાસ હાથ ધરી છે.