ગાંધીધામમાં 2.75 લાખના વીજબીલનું ‘સેટીંગ’ કરવા જતા રૂ. 69 હજાર ગુમાવ્યા

ગાંધીધામ રહેતા વ્યક્તિ સાથે તેના એમપી સ્થિત ઘરના રખરખાવ કરતા મીત્રે તેની વીધુત બોર્ડમાં ઓળખાણ હોવાનું, જેથી વર્ષોથી બંધ ઘરના આવેલા 2.75 લાખના બીલની ઓછામાં પતાવવા કરવા 69 હજાર રૂપીયા મોકલ્યા હતા. જે શખ્સોએ રખરખાવ ખર્ચ તરીકે રાખી લીધુ હોવાનું કહીને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ગાંધીધામના એ ડિવિઝન પોલીસ સ્ટેશને સાહીલખાન સહેજાદખાન પઠાનએ તેના એમપી રહેતા મીત્ર સન્ની ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું કે અહીં એક મીડીયી સમુહ સાથે જોડાયેલ છે. અને તેનું મુળ વતન મધ્યપ્રદેશના સીવુપુરીમાં છે અને ત્યાં તેમનું ઘર તેર જેટલા વર્ષથી બંધ હાલતમાં છે, જેની સારસંભાળ માટે ફરિયાદીએ તેના મીત્ર સન્નીને રાખેલો હતો. મકાનનું લાઈટ બીલ 2,74,841 થઈ ગયું હતું. જેની જાણ થતા સન્નીએ ફરિયાદીને તેની વિધુત બોર્ડમાં ઓળખીતા હોવાનું અને તેથી કાંઈક સેટીંગ કરી ઓછામાં પતાવી દેશુ, તેમ કહ્યું હતું. પછી તેણે બોર્ડમાં વાત થઈ ગઈ હોવાનું કહીને 68,800ની માંગ કરી હતી. દરમ્યાન વિશ્વાસ સંપાદીત કરવા કોઇથી વાત પણ કરાવી અને કોમ્પ્યુટરમાં બીલ પણ દેખાડ્યું હતું. આ સાથે અન્ય ખર્ચ ગણીને કુલ 69,300 મોકલ્યા હતા. શખ્સએ પછી ઘરના દેખરેખ માટે કામ કરે છે, જેથી તે રૂપીયા રાખી લીધાનું ફોનમાં કહ્યું હતુ, તો શખ્સએ તે માટે અગાઉ 30 હજાર આપ્યા હોવાનું કહેતા ઈસમએ હવે રૂપીયા નહિ મળે એમ કહી ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારબાદથી હજી સુધી ફોન ન ઉઠાવતા વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધણી કરવામાં આવી હતી.