ગઢશીશા ગામની સીમમાં પવનચક્કીનું કામ બંધ કરાવવા કામદાર ઉપર ધોકા વડે હુમલો

ગઢશીશા ગામની સીમમાં ચાલી રહેલા પવનચકકીના કામને બંધ કરાવવા માટે કામદાર ઉપર ધોકા વડે હુમલો કરવાનો કિસ્સો પોલીસ સ્ટેશને ફરિયાદના રૂપમાં નોંધાયો છે. આ મામલે ગઢશીશાના પિતા-પુત્ર અને તેમની સાથેના બે અજાણ્યા સહિત કુલ ચાર શખ્સ સામે ગુનો નોંધણી કરવામાં આવ્યો હતો. ગઢશીશા ગામના સીમાડામાં પવનચકકી લોકેશન નંબર 10 ખાતે મરંમત કામ ચાલી રહ્યુંતું ત્યારે કામદાર મુળ જામનગરના ધર્મેન્દ્રાસિંહ ત્રિવેણાસિંહ રાજપૂત ઉપર બપોરના અરસામાં હાથ અને ધોકા વડે હુમલો કરાયો હતો. ગઢશીશાના હનિફ આમદ રાયમા અને તેના પિતા આમદ ઇલીયાણ રાયમા ઉપરાંત તેમની સાથેના બે અજ્ઞાત શખ્સ સામે કામદારે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં નોંધાવેલી વિગતોને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે આ પવનચકકી ખાતેની જમીન અમારી માલિકીની છે અને અહીં કેમ કામ કરો છો તેવું કહીને શખ્સોઓએ આ કૃત્યને અંજામ આપ્યો હતો. અને ધાકધમકી પણ કરી હતી.