રાજકોટ વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ રીક્ષા લઈને ત્રાટકી, ફિલ્મી ઢબે એક મહિલા સહિત 3ની અટક

રાજકોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓ પર તવાઈ બોલાવવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નવો નુસકો અપનાવ્યો હતો. બપોરના અરસામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મવડી વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે જાહેરમાં જુગાર રમતા સાગરીતોને ઝડપી પાડવા રીક્ષાનો સહારો લેવામાં આવ્યો હતો. જ્યાં રિક્ષામાં બેસી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચાલતા જુગાર પર ત્રાટકી હતી અને ફિલ્મી ઢબે એક મહિલા સહિત 3ને ઝડપ્યા હતા.પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે જાહેરમાં કેટલાક સાગરીતો જુગાર રમતા હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દ્વારા નવો નુસખો અપનાવી રીક્ષામાં બેસી દરોડો પાડવામાં આવ્યો હતો જે રીક્ષા પણ ક્રાઇમ બ્રાન્ચના જ એક કોન્સ્ટેબલ દ્વારા ચલાવવામાં આવી હતી.આમ છતાં ઘટના સ્થળે પહોંચતા પોલીસ પ્રત્યેક જુગારીઓ સુધી પહોંચે તે પહેલા કેટલાક જુગારીઓ નાસી ગયા હતા.રાજકોટ શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે જાહેરમાં કેટલાક સાગરીતો જુગાર રમતા હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતીક્રાઇમ બ્રાન્ચને જુગારીઓએ સફળતા મેળવવા ન દીધી ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી એક મહિલા સહીત 3ને ઝડપી પાડી કાયદેસરની તજવીજ હાથ ધરી છે. સિવિલ ડ્રેસમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને અન્ય બે થી ત્રણ સાગરીતો નાસી ગયા.