સુરત કુરિયરની ઓફિસ અંદરથી બંધ કરી જુગાર રમતા 14 શખ્સો પકડાયા

ઉધના સાશ્વત કોમ્પલેક્ષના બીજા માળે કુરિયરની ઓફિસ અંદરથી બંધ કરી જુગાર રમતા 14 શખ્સોને ઉધના પોલીસે પકડી પાડી રોકડ રૂ.1.04 લાખ અને 13 મોબાઈલ ફોન મળી કુલ રૂ.2.02 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રો દ્રારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર મળેલી બાતમીના આધારે ઉધના પોલીસે સાંજના અરસામાં સાશ્વત કોમ્પલેક્ષના બીજા માળે દુકાન નં એસ/12 ફેન્ડસ કુરિયરની અંદર બંધ દુકાનમાં દરોડો પાડી ત્યાં દુકાન અંદરથી બંધ કરી જુગાર રમતા કુરિયર સંચાલક સહિત 14 શખ્સોને પકડી પાડ્યા હતા.પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.1,03,960 અને રૂ.98 જહારની કિંમતના 13 મોબાઈલ મળી કુલ રૂ.2,01,960 નો મુદામાલ   જપ્ત કર્યા હતા. જુગાર રમતા પકડાયેલાઓમાં કુરિયરનું કેએમ કરનાર,શાકભાજીના વેપારી, ટિફિન પાર્સલ સર્વિસ સાથે સંકળાયેલા એન્બ્રોઇડરીના વેપારી અને શ્રમજીવીઓ છે.