પાલનપુરમાં જુગાર રમતાં 9 સાગરીતો પકડાયા

પાલનપુરના જુનાડાયરા વિસ્તારમાં જુગાર રમતાં 9 સાગરીતોને પોલીસે પકડી પાડ્યા હતા. જેમની પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 27830નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.પાલનપુર પૂર્વ પોલીસની ટીમે ફોફળીયાકુવા જુના ડાયરા વિસ્તારમાં રહેતા ઇમરાનભાઇ ઉર્ફ ભુરો સિંધીના ઘરની ઓસરીમાં દરોડો પાડ્યો હતો.જ્યાં જુગાર રમતાં જુબેર મુસ્તાકભાઇ બેલીમ, ઇમરાન ઉર્ફે ભુરો ઇલીયાસભાઇ સિંધી, અબ્દુલ મુનાફ કડુભાઇ બેલીમ, ઇર્શાદ ઉસ્માનભાઇ બેલીમ, નિશારભાઇ અબ્દુલભાઇ ખલીફા, રીયાઝ નુરમહંમદ ખલીફા, જહીરભાઇ હમીદભાઇ સૈયદ, ઐયુબભાઇ જાફરભાઇ મણીયાર પઠાણ અને મોહમદજૈદ મુનીરભાઇ શેખને પકડી પાડ્યા હતા. જેમની પાસેથી રોકડ રૂપિયા 20,330, રૂપિયા 7500ના મોબાઇલ નંગ 06 મળી કુલ રૂપિયા 27830નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.