વરસામેડીના મકાનમાંથી 67 બોટલ દારૂ સાથે 2 શખ્સો પકડાયા

અંજાર તાલુકાના વરસામેડી ગામની શાંતીધામ સોઆયટીના રહેણાંક ઘરમાંથી 67 હજારના દારૂ  સાથે 2 શખ્સોને પકડી પાડ્યા હતા. આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસને બાતમી મળી હતી કે, અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલ શાંતિધામ વિસ્તારની મુખ્ય બજારમાં આવેલ ઘર નં. 444ના ઉપરના માળે રહેતા શખ્સ દેવારામ વાગારામ જાખડ કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ચુતરારામ હેમારામ ગોદારા સાથે મળી દારૂનો વેચાણ કરે છે.જે બાતમી આધારે પોલીસે રહેણાંકના ઘર પર દરોડો પાડી જુદી-જુદી બ્રાન્ડની રૂ.25640ના કિંમતની 67 બોટલ દારૂનો જથ્થા સાથે શખ્સોની ધરપકડ કરી લીધી હતી. સાથે 15 હજારમાં 3 મોબાઈલ મળી કુલ રૂ.40,640નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.