જૂનાગઢનાં સાબલપુર ગામ પાસે ટ્રાન્સપોર્ટનાં પાર્સલમાંથી પોલીસે દારૂ પકડી પાડ્યો

જૂનાગઢનાં સાબલપુર ગામ પાસે સેફેક્ષપ્રેસ નામના ટ્રાન્સપોર્ટમાં દારૂ આવ્યો હોવાની બાતમીનાં આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા આ ટ્રાન્સપોર્ટનાં પાર્સલમાંથી 322 બોટલ કિંમત રૂ.1,49,800, ટીનની પેટી નંગ-6 કિંમત રૂ.3000 મળી કુલ રૂ.1,52,800ના મુદ્દામાલ પકડી પાડ્યો  હતો.પાર્સલની સ્લીપમાં મોકલનાર તથા ડિલીવરી લેનાર કેહરસિંગ નામની વ્યક્તિ હોવાનું ખુલ્યું હતું. પરંતુ તે પોલીસની આ દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. જેના કારણે જૂનાગઢ તાલુકા પોલીસનાં પો. કોન્સ્ટેબલ વિક્રમભાઈ મનસુખભાઈએ જાતે ફરિયાદી બની ફરિયાદ લખાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.