સરભાણ રોડ પર બાઇક સ્લીપ થઇ જતાં ઘવાયેલાં યુવાનનું મૃત્યુ

આમોદના સરભાણ ગામે યુવાન બાઇક પર સરભાણથી આમોદ જઇ રહ્યો હતો. દરમિયાનમાં ગામના નાળા નજીક જ બાઇક પલટી જતાં તેને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે આમોદ આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેનું 4 દિવસની સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું.સરભાણ ગામે રહેતાં જયંતીભાઇ ભિખાભાઇ મારવાડીનો ભત્રીજો રાહૂલ ચંદ્રકાંત મારવાડીના કામ અર્થે બાઇક લઇને આમોદ જઇ રહ્યો હતો. દરમિયાનમાં ગામના નાળા પાસેથી પસાર થતાં સમયે તેનું કોઇ કારણસર સ્ટીયરિંગ પર કાબુ નહીં રહેતાં તેની બાઇક સ્લીપ થઇ જતાં તેને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જે બાદ તેનું સારવાર વેળાં મૃત્યુ નીપજ્યું હતું.