બોટાદમાંથી દેશી જામગરી સાથે એક ઈસમ પકડાયો

બોટાદ પોલીસે પૂર્વ બાતમીના આધારે સબીહા હોસ્પિટલ સુનીલ ગેસ એજન્સીના ગોડાઉન પાસેથી એક શખ્સને દેશી જામગરી સાથે પકડી પાડી કાયદેશરની તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બોટાદ પોલીસ સ્ટાફનાં માણસો બપોરનાં અરસામાં પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન મળેલી બાતમીના આધારે નવનાળા સબિહાં હોસ્પિટલ પાસે આવેલ સુનીલ ગેસ એજન્સીનાં ગોડાઉન પાસેથી બાંકડા ઉપર બેઠેલા શારીફ ઉફે ખાન દાઉદભાઈ ખલ્યાણી રહે. ગાયત્રીનગર બોટાદને હાથ બનાવટની દેશી નાની જામગરી સાથે પકડી પાડી કી.રૂ.5000 નો મુદામાલ જપ્ત કરી બોટાદ પુલીસ મથકમાં શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેશરની તપાસ હાથ ધરી છે.ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ પોલીસ રાત દિવસ કામગીરી કરી રહી છે અને સતત પેટ્રોલિંગ કરી બાતમીના આધારે આરોપીઓને પકડી રહી છે. ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે એક ઇસમને બંદૂક સાથે પકડી પાડ્યો હતો.