જેતપુરના ચોરીના ગુનામાં ફરાર ઈસમને બોટાદ પોલીસે પકડ્યો

બોટાદ પોલીસે જેતપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા ઈસમને બોટાદ તાલુકાના સાલૈયા ગામેથી પૂર્વ બાતમીના આધારે પકડી પાડી કાયદેશરની તપાસ હાથ ધરી છે. બોટાદ પોલીસ અધીક્ષક હર્ષદ મહેતા દ્રારા અનડીટેક્ટ ગુના શોધી કાઢવાની સૂચના મુજબ બોટાદ પોલીસ મથક પોલીસ ઇન્સપેક્ટર એ.બી.દેવધા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એચ.એલ.જોષી, બોટાદ પોલીસ મથકના સ્ટાફના પો.કો.ઘનશ્યામભાઈ નથુભાઈ ગાબુ, પો.કો.હસમુખભાઈ કેશુભાઈ મેખિયા, રાજેશભાઈ રૂખડભાઈ ધરજીયા વગેરેએ બોટાદ વિલેજબીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.અને તે દરમ્યાન બોટાદ પોલ્સ સ્ટેશનના પો.કો.ઘનશ્યામભાઈ નથુભાઈ ગાબુ, પો.કો.હસમુખભાઈ કેશુભાઈ મેખિયાને સંયુક્ત બાતમી મળી હતી કે જેતપુર પોલીસ સ્ટેશનના તસ્કરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓ બોટાદ સાલૈયા ગામ પંચાયત પાસે ઉભા છે.જે હકીકતના આધારે વ્યુહ રચના કરીને ચારેય દિશામાંથી એક સાથે દરોડો પાડી ઈસમને પકડી પાડી શખ્સ જગદીશભાઈ વાલજીભાઈ કોગતીયાને યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા તેઓએ જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જુનાગઢ રોડ,જલારામ મંદીર પાસે જેતપુર ખાતે બાંધકામની લોખંડની પ્લેટો નંગ.60 જેની કિંમત આશરે રૂ.60000- કોઇ અજાણ્યા ત્રણ-ચાર શખ્સો તસ્કરી કરી લઇ ગયેલાની કબુલાત કરી હતી.