ઇડરના વસાઇમાં બાઇક પરથી રૂ 40હજારના દારૂ સાથે 1 શખ્સ પકડી પાડ્યો

ઇડરના વસાઇની સીમમાંથી બાઇક પર ખેપ કરવા નીકળેલા બે યુવકો પોલીસને જોઇ જતાં બાઇક ભગાવતાં સ્લીપ થતાં દારૂની બોટલ ફૂટતાં બોટલનો કાચ બાઇકસવારના કમરના ભાગે ઘૂસી ગયો હતો. જ્યારે ચાલક ખેતરોમાં પલાયન થઇ ગયો હતો.ઇડરના વસાઈની સીમમાંથી તસિયા રોડ પર બાઇક પર બે ઇસમો વિદેશી દારૂ લઇ જતા હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવતા દરમિયાન બાઇક નં. આરજે 27 વીએસ 0313 આવતાં પોલીસને જોતાં બાઈકચાલક ભાગવા જતાં બાઈક સ્લીપ થતાં બાઇક પર મૂકેલ દારૂની બોટલ ફૂટતાં પાછળ બેઠેલ દિલીપભાઈને કમરના નીચાના ભાગે બોટલ ફૂટી જવાથી કાચ વાગતાં ઇડર સિવિલમાં સારવાર માટે લઇ જવાયો હતો.દરમિયાન બાઈક ચાલક બીરબલ પ્રકાશ ખેતરોમાં થઇ પલાયન થઈ ગયો હતો. દિલીપભાઈ થાવરાજી ભરાડા રહે. પાટિયા તા. ખેરવાડા ઉદેપુરને પૂછતાં પલાયન બાઈક ચાલકનું નામ બીરબલ પ્રકાશ અસોડા રહે. પાટિયા તા. ખેરવાડા ઉદેપુર પોલીસે 15990 વિદેશી દારૂ અને 25000 બાઈક એમ કુલ 40990 ના મુદામાલ કબજે કર્યો છે.